ચણા
Pulse Seeds

ચણા

શિયાળુ (રવિ) ચણા પાક. સારી નિતારવાળી, ગોરાડુ અથવા મધ્યમ કાળી જમીન વધુ માફક આવે છે. વાવણી 15 ઓક્ટોબર થી 15 નવેમ્બર.

Key Features

  • સારી નિતારવાળી, ગોરાડુ અથવા મધ્યમ કાળી જમીન (pH 6.5 થી 7.5)
  • વાવણી સિવાય 20, 40 અને 60 દિવસે પિયત
  • વાવણી પહેલા બીજને ફૂગનાશક અથવા ટ્રાયકોડર્મા વીરીડીનો પટ
  • શીંગો ખાનાર ઈયળ માટે ક્વિનાલફોસ અથવા સાયપરમેથ્રીન

Growing Information

Growing Conditions

સારી નિતારવાળી, ગોરાડુ, અથવા મધ્યમ કાળી જમીન વધુ માફક આવે છે. જમીનનો pH આંક 6.5 થી 7.5 ની વચ્ચે હોવો જોઈએ.

Agronomy & Management

Soil

સારી નિતારવાળી, ગોરાડુ, અથવા મધ્યમ કાળી જમીન વધુ માફક આવે છે. જમીનનો pH આંક 6.5 થી 7.5 ની વચ્ચે હોવો જોઈએ.

Water & Irrigation

વાવણી સિવાય 20, 40 અને 60 દિવસે પિયત અવશ્ય આપવું. પ્રથમ પિયત વાવણીના 20 થી 25 દિવસ પછી, બીજું ફૂલ અવસ્થાએ અને ત્રીજું શીંગોમાં દાણા ભરવાની અવસ્થાએ આપવું. જમીનના પ્રકાર અને આબોહવા પ્રમાણે પિયતની સંખ્યામાં ફેરફાર થઇ શકે છે.

Sowing

Preparation

વાવણી પહેલા ઊંડી ખેડ કરવી. વાવણી પહેલા બીજને રસાયણિક ફૂગનાશક (જેમ કે થાયરમ અથવા કાર્બેન્ડાઝીમ 2 થી 3 ગ્રામ પ્રતિ કિલો બીજ) અથવા જૈવિક ફૂગનાશક (ટ્રાયકોડર્મા વીરીડી 4 ગ્રામ પ્રતિ કિલો બીજ) નો પટ આપવો જોઈએ.

Sowing Depth

3 થી 5 સે.મી.

Spacing

30 x 10 સે.મી.

Sowing Methods
  • •ઓરણીથી વાવણી
  • •હળની પાછળ કુંડમાં બીજ નાખીને વાવણી
Sowing Time
શિયાળુ (રવિ): 15 ઓક્ટોબર થી 15 નવેમ્બર
Seed Rate

60 કિ.ગ્રા. પ્રતિ હેક્ટર

Harvesting

જ્યારે 80 થી 90 ટકા શીંગો પીળી થઇ જાય અને પાંદડા ખરવા લાગે ત્યારે પાક કાપણી માટે તૈયાર ગણાય છે.

Post-Cutting Activities

પાક સુકાયા બાદ થ્રેસરથી અથવા હાથથી છુટા પાડીને દાણા અલગ કરવા.

Fertilizer

કુલ:- 20:40:00 (NPK) કિ.ગ્રા. પ્રતિ હેક્ટર.

Weed Control

વાવણીના 20 થી 25 દિવસ પછી હાથથી અથવા આંતરખેડ કરીને નિંદામણ દૂર કરવું. નીંદણના અસરકારક નિયંત્રણ માટે નીંદણનાશક પેન્ડીમેથાલિન @ 1 કિલો ai./હે ની ઉગતા પહેલા વાપરવાની ભલામણ કરવામાં આવે છે.

Pest & Disease Management

સુકારો:- વાવણી સમયે બીજને ફૂગનાશકો જેમ કે કાર્બેન્ડાઝીમ+થિરામ (1 ગ્રામ+2 ગ્રામ/કિલો) થી માવજત કરવી જોઈએ. શીંગો ખાનાર ઈયળ:- આ ઈયળના નિયંત્રણ માટે ક્વિનાલફોસ 25 EC 20 મિલી અથવા સાયપરમેથ્રીન 25 EC 5 મિલી પ્રતિ 10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.

Download Specification Sheet